Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજ્યના 99 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : દક્ષિણ ગુજરાતમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ : ઉમરગામ અને વાપીમાં સાડા 9 ઇંચ ખાબક્યો

કામરેજ, બારડોલી ,પલસાણામાં 8 ઇંચ , મહુવા, વલસાડ ડોલવણ અને જલાલપોરમાં સાડા 6 ઈંચ વરસાદ રાજ્યના 32 તાલુકામાં 1થી 6 ઈંચ વરસાદ

અમદાવાદ : હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 99 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ઉમરગામ અને વાપીમાં સાડા 9 ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે અહીં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

   સુરતના કામરેજ અને બારડોલીમાં પણ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં પણ 8 ઈંચ વરસાદ પડ્યો છે. મહુવા અને વલસાડમાં સાડા 6 ઈંચ વરસાદ, ડોલવણ અને જલાલપોરમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 32 તાલુકામાં 1થી 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

(11:31 am IST)