Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઉમરગામમાં ભારે વરસાદથી ખાડીમાં પાણીનો પ્રવાહ વધ્યો સ્મશાનમાં પાણી આવતા અંતિમવિધિઓમાં મુશ્કેલી

ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા: અનેક ઘરોમાં પાણી ઘુસ્યા

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વલસાડના તિથલ રોડ પર ડેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા..વરસાદી પાણી ભરાવાને લઇ સ્થાનિકોની હાલત કફોડી બની છે…વરસાદી માહોલથી વાહન ચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો..બીજી તરફ જજના બંગલામાં પણ પાણી ભરાયા હતા.

વલસાડમાં ભારે વરસાદને લઇને જનજીવન પર અસર પડી હતી.. વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ ટોકરખાડાની ખાડીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે સ્મશાનમાં પાણી આવતા અંતિમવિધિઓમાં મુશ્કેલી થઈ રહી હતી.

વલસાડમાં ગત રાતથી જ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ગરીબોની સ્થિતિ વધુ કફોડી થઈ ગઇ છે. JBF કંપનીએ પોતાની દીવાલ બનાવી દીધી છે. જેથી તે કંપનીની પાછળ આવેલા ફળિયામાં દર વખતે પાણી ભરાય છે. ત્યારે આ વખતે ફરીથી પાણી ભરાતા સરીગામ રાયસાગર વિસ્તાર જળબંબાકાર થયો છે.

(9:40 am IST)