Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પાલ ઉમરા બ્રિજનો રેકોર્ડ: દેશનો સૌથી લાંબો 108 કિલોમીટરનો બીઆરટીએસ કોરિડોર સુરતમાં બન્યો

મહાનગરપાલિકા હવે નવા વિસ્તારોમાં પણ સામૂહિક બસ સેવા શરૂ કરવા માટે આયોજન કરશે

સુરતની તાપી નદી પર પાલ અને ઉમરા વચ્ચે બ્રિજનું લોકાર્પણ થવાની સાથે સુરતના નામે એક નવો રેકોર્ડ થઈ ગયો છે. આ બ્રિજ બનવાની સાથે બીઆરટીએસનો રૂટ સંપૂર્ણ થઈ ગયો છે. પાલ ઉમરા બ્રિજ પરથી બીઆરટીએસની બસ શરૂ થતાં આ બીઆરટીએસ રૂટ દેશનો સૌથી લાંબો બીઆરટીએસ રૂટ બની ગયો છે. આને આગળ વધારવા માટે મહાનગરપાલિકા હવે નવા વિસ્તારોમાં પણ સામૂહિક બસ સેવા શરૂ કરવા માટે આયોજન કરી રહી છે.

સુરતની તાપી નદી ઉપર પાલ અને ઉમરા વચ્ચે 2015માં બ્રિજ બનાવવાની ગીરી શરૂ થઈ હતી. ઉમરા તરફના અસરગ્રસ્તોનો વિરોધ અને કોર્ટની કામગીરીને કારણે આ બ્રિજ 2021માં ખુલ્લો મુકાયો હતો. પાલ ઉમરા બ્રિજ સુરત મહાનગરપાલિકાએ શરૂ કરેલી બીઆરટીએસ સેવા માટે મહત્વનો હતો. સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનમાં બીઆરટીએસ રૂટ જોડાઈ તેઓ આ કડીરૂપ બ્રિજ છે. પાંચ વર્ષ સુધી આ બ્રિજ નહિ બનતા રાંદેર ઝોન અને અથવા જોની બીઆરટીએસની કનેક્ટિવિટી બ્રેક થતી હતી તે આ બ્રિજ શરૂ થવાને સાથે જ પૂરી થઈ છે. આ કનેક્ટિવિટી પૂરી થતા સુરતનો બીઆરટીએસ રૂટ 108 કિલોમીટરનો થયો છે. 108 કિલોમીટરનો આ ડેડીકેટેડ કોરિડોર ભારત દેશનો સૌથી લાંબો કોરિડોર બની ગયો છે. સુરત મહાનગરપાલિકાએ તમામ ઝોન સાથે કનેક્ટ થાય એવો બીઆરટીએસ રૂટની ડિઝાઇન કરી હતી. ગયા વર્ષે સુરત મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ થતાં બે નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે

(10:57 pm IST)