Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

અણીજરા ગામ પાસે ટ્રેકટર પલટી ખાઈ જતાં એક શખ્સનું મોત : શખ્સોને ઇજા થતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અણીજરા ગામ પાસે પૂરપાટ જઇ રહેલું મીની ટ્રેકટર પલટી ખાઇ જતાં એક શખ્સનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિઓને ઇજા થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી મુજબ જયદિપભાઇ નટુભાઇ બારીયા( રહે, સોંઢલીયા રામપુરી ફળિયુ તા. નાંદોદ જિ.નર્મદા) એ આપેલી ફરિયાદ અનુસાર અર્જુનભાઈ મગનભાઈ બારીયાનાઓએ પોતાના કબજાનુ મીની ટ્રેક્ટર જેનો રજી.નં GJ-22-H-8031 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટર પલટી ખવડાવી સુમિતભાઈ બારીયાને તથા પોતાનાને પણ ડાબા પગના પંજાના ઉપરના ભાગે ઇજા કરી હતી તથા શિવમભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે અર્જુનભાઈ બારીયા સામે ગુનો દાખલ કર્યો હતો.

(10:45 pm IST)