Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાજપીપળા ટેકરા ફળિયાથી રૂપિયા 40,750 નાં જુગારના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડતી LCB : 4 વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં એલસીબી ટીમ દારૂ, જુગાર બાબતે બાઝ નજર રાખી રહી છે સાથે સાથે એલસીબીનું ખબરી નેટવર્ક પણ પાવરફુલ હોવાથી અનેક ગુનાઓ સળતાપૂર્વક ડિટેક્ટ કર્યા છે ત્યારે આજે ટેકરા ફળિયામાં જુગાર પર છાપો મારી મુદ્દામાલ સાથે ત્રણને પકડી વધુ એક સફળતા મેળવી છે
રાજપીપળા ટેકરા ફળિયા વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઇ.અલ્પેશ પટેલની સૂચના મુજબ એલસીબી ના હે.કો.મુનીર ભાઈ અને હે.કો.કિરણ ભાઈ એ ત્યાં રેડ કરતા જનકભાઇ રમણભાઇ વસાવા(રહે . ટેકરા ફળીયા પોસ્ટ ઓફીસ    પાછળ ),વિપુલભાઇ બળવંતભાઇ વસાવા (રહે , સંતોષ નગર સોસાયટી ટેકરા ફળીયા) જીગ્નેશભાઇ જયેશભાઇ વસાવા( રહે . મોતીબાગ રાજપીપલા),કલ્પેશભાઇ ઉર્ફે બબલો મહેશકુમાર માછી(,રહે રેકરા ફળીયા રાજપીપલા) નિતીનભાઈ વિજયભાઈ વસાવા (રહે . ટેકરા ફળીયા પોસ્ટ ઓફીસ પાછળ), રાકેશભાઈ રાજુભાઈ વસાવા (રહે . ટેકરા ફળીયા )તથા રાહુલભાઈ વિઠ્ઠલભાઇ વસાવા( રહે . ટેકરા ફળીયા )નાઓ ટેકરા ફળીયામાં પોસ્ટ ઓફીસની પાછળ પાણીની ટાંકી પાસે ખુલ્લામાં હારજીતનો જુગાર રમતા હોય ત્યાંથી રૂ. ૪૦,૭૫૦  મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા હતા જ્યારે બાકીના ચાર નાશી જતા વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે .

(10:37 pm IST)