Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વડોદરામાં દારૂનો જથ્થો લાવતા એક શખ્સને પોલીસે મસમોટા જથ્થા સાથે ઝડપી પાડયો

વડોદરા: વડોદરા દારૂનો જથ્થો લાવવા માટે જાતજાતના નુસખા અજમાવવામાં આવતા હોય છે. ગઈરાતે આવા જ એક બનાવમાં રબરની સીટો નીચે ગોઠવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તરસાલી ચોકડી પાસે દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની વિગતો ને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી વાહનો તપાસતા સિદ્ધેશ્વર હોલ નજીક એક ટેમ્પો બિનવારસી મળી આવ્યો હતો. પોલીસે તાડપત્રી ખસેડી અંદર તપાસતા રબરની 30 જેટલી સીટો ની નીચેથી દારૂની રૂપિયા પાંચ લાખ ઉપરાંતની કિંમતની 2200 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ટેમ્પામાંથી બિલ્ટી તેમજ અન્ય કાગળો કબજે કરી ફરાર થઈ ગયેલા ખેપિયાઓની તપાસ હાથ ધરી છે.

(6:12 pm IST)