Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

નડિયાદના બસ સ્ટેશનમાં ગટરની કુંડીનું ઢાંકણું બેસી જતા અકસ્માત સર્જાવાની દહેશત મચી જવા પામી

નડિયાદ : નડિયાદ શહેરના બસ સ્ટેશનમાં ઘણા સમયથી ગટરની કુંડી નું ઢાંકણું બેસી ગયું છે. આ સ્થળે કુંડી પર ડસ્ટબીન મૂકી વેઠ ઉતારવામાં આવી છે જેના કારણે અકસ્માત સર્જાવાની દહેશત વ્યાપી છે ત્યારે ગટરની કુંડીનું સમારકામ કરવા માંગણી  ઉઠી છે.

નડિયાદ શહેરના બસ સ્ટેશનમાં ઠેર ઠેર થી એસ.ટી.બસોની અવરજવર રહે છે, મુસાફરોની ચહલપહલ થી ધમધમતુ રહે છે. હાલ જૂના બસ સ્ટેશનમાંથી તમામ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બસ સ્ટેશનમાં મહુધા તરફના પ્લેટફોર્મ સામે છેલ્લા ઘણા સમયથી ગટરનું ઢાંકણું બેસી ગયું છે ગટરનું ઢાંકણું બેસી ગયું હોય એસટી બસ પકડવા  મુસાફરો દોડા દોડ કરતા હોય ગટરના ખાડામાં પડતા હાથ પગ ભાગી જવાની દહેશત રહેલી છે આ ઉપરાંત સ્ટેશનમા રોડ ઉબડખાબડ હાલતમાં ફેરવાયું છે. જેથી એસ.ટી બસો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડતા મુસાફરોની આંખો પુરાઈ જતી હોય છે. બસ સ્ટેશનમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેથી મુસાફરો ને ઘણી જ હાલાકી વેઠવી પડે છે,ત્યારે જિલ્લાના મુખ્ય મથક એવા બસ સ્ટેશનમાં ખાડા પૂરવા તેમજ બસ સ્ટેશનમાં ગટર નું ઢાંકણું બેસી જવાના સ્થાને સાવચેતી માટે ઘણા સમયથી  ડસ્ટબિન મૂકી છે. આ ડસ્ટબિન હટાવી ગટર ઉપર ઢાંકણુ બેસાડવા લાગણી વ્યાપી છે.

(6:10 pm IST)