Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

૧૭૫૦૦ ફૂટની ઉંચાઈ સર કરી ગુજરાતનું ગૌરવ વધારતી અમદાવાદ પોલીસ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ સહિતના અધિકારીઓની પ્રેરણા રંગ લાવી

રાજકોટ તા  ભૂતકાળમાં મૂળ ગુજરાત કેડરના આઇપીએસ અને હાલ દિલ્‍હી ખાતે ફરજ બજાવતા અતુલ કરવલ દ્વારા એવરેસ્‍ટ સર કર્યા બાદ ગુજરાત પોલિવમા યુવાનોમાં આવી પ્રવળત્તિઓની પ્રેરણા મળી રહી છે, બીજી તરફ અમદાવાદ પોલીસની યુવા ટીમ પણ આવી સિદ્ધિ માટે થનગનાટ અનુભવી રહી હતી તેમને અમદાવાદ પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ દ્વારા પ્રેરણા પાંખ મળતા અનેરી સિદ્ધિ હાંસલ કરી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે.                 

 અમદાવાદ પોલીસ દ્વારા એડવાન્‍સ માઉન્‍ટેનીયરીંગ કોર્ષ માટે અરૂણાચલ પ્રદેશ ગયેલ. આ તાલીમ સમયે જ અમદાવાદ પોલીસ દ્વારા ૧૭૫૦૦ ઉંચાઈ માઉન્‍ટેનીયરીંગ સર કરવામાં આવતા સંજય શ્રી વાસ્‍તવ સાથે જોઇન્‍ટ સીપી અજય ચોધરી, ગૌતમ પરમાર અને એડી.સીપી આર.વી.અસારી , પ્રેમ વીર સિહ વિગેરે દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.  જેમને આ યશશ્વી સિદ્ધિ મેળવી છે તેમાં પીએસઆઈ એસ. એમ. સિસોદિયા, શાહ પુર પોલીસ સ્‍ટેશન, આજ પોલીસ મથકના એમ બી.જાડેજા, યુનિ.પોલીસ મથકના વિશાલભાઈ, જયેશભાઈ તથા મહાવીરસિહનો  પણ સમાવેશ થાય છે.

(3:06 pm IST)