Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જીતનગર ત્રણ રસ્તા પાસે સ્પોર્ટ બાઈક પૂરપાટ હંકારી લાવનાર યુવાન વિરૂધ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ત્રણ રસ્તા પાસેથી પૂરપાટ મોટરસાઇકલ ચલાવી આવતા ચાલકને પોલીસે પકડી ગુનો દાખલ કર્યો હતો
 પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં સ્પોર્ટ બાઈક એ યુવાનો માટે એક શોખ બન્યો છે પરંતુ પોતાની કે બીજાની જિંદગી જોખમાય એ રીતે સ્પોર્ટ બાઈક લઈ જાણે હવામાં ઉડતા યુવાનો પર નર્મદા પોલીસ બાઝ નજર રાખતી હોય જેમાં જીતનગર ત્રણ રસ્તા પાસે ઉભેલી રાજપીપળા પોલીસે આકાશભાઈ સોમિસરભાઈ કિશોરી (ઉ.વ .૨૧ )(રહે.નવા ઘરા ફળીયું , ગામડી રોડ , ઝાલોદ જી.દાહોદ) ને પોતાના કબ્જાની મોટર સાયકલ નંબર GJ - 1 9 - AE - 1610 ની પુર ઝડપે અને બેફિકરાઇથી ગફલતભરી રીતે વગર લાઇસન્સ હંકારી લાવતા પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(10:17 pm IST)