Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તાઉ-તે વાવાઝોડામાં બાઈક ઉપર ઝાડ પડતા દંપતી ખંડિત : મહિલાનું કરૂણમોત

મોરવા(હ)થી રામપુર જવાના માર્ગ પર બનાવ

પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિતના તમામ તાલુકાઓમાં વહેલી સવાર થી ધીમીધારે વરસાદ તો કયાંક ધમાકેદાર રીતે વરસાદ વરસી રહ્યો હતો. મોડી સાંજ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપી ફુંકાયેલા વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડયો છે. તેની અસર પંચમહાલ જીલ્લામાં પણ જોવા મળી છે. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે.

 પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર અને સંભવિત નુકશાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. તમામ તાલુકામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રીઓને ૪૮ કલાક માટે જેને ફરજના સ્થળે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તાઉ તે વાવાઝોડાની ભારે પવનો ફુંકાતા મોરવા(હ)થી રામપુર જવાના માર્ગ ઉપર થી દંપતિ બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું. તેની ઉપર ઝાડ પડતાં બાઈક ઉપર બેઠેલ મહિલાનું મોત નિપજાવા પામ્યું છે.

(12:00 am IST)