Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ગાંધીનગર નજીક ભાટમાં પોલીસની નકલી ઓળખ આપી ગઠિયાની ટોળકી યુવાન પાસે 28 લાખ લઇ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક આવેલા ભાટ પાસે રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતાં યુવાનને તેના મિત્રએ સાળા સાથે મુલાકાત કરાવી નાની નોટોના બદલામાં ટ્રસ્ટને મોટી નોટોની જરૃર હોવાનું કહી ર૮ લાખની સામે ૩૦ ટકા વધુ રકમ આપવાની લાલચ આપી હતી અને યુવાનને ગઈકાલે ર૮ લાખ સાથે ગાંધીનગર જીઆઈડીસીમાં બોલાવી ગઠીયાઓએ પોલીસની ઓળખ આપીને ર૮ લાખ જેટલી માતબર રકમ અને ફોન લઈ ફરાર થઈ ગયા હતા. યુવાનને છેતરાયાનો અહેસાસ થતાં મામલે સેકટર-ર૧ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.  

ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મહેસાણાના કડીના નંદાસણમાં રહેતા યુવાન વિપુલકુમાર બળદેવભાઈ પટેલ ભાટ પાસે રેસ્ટોરન્ટ ચલાવે છે. પંદર દિવસ અગાઉ તેમના કલોલના બોરીસણા રોડ ઉપર રહેતાં મિત્ર જતીન માધાભાઈ પટેલ તેમને મળવા માટે આવ્યા હતા. જયાં તેમણે કહયું હતું કે તેમના સાળા નરોડા ખાતે રહેતા સોનુ હરેશભાઈ પટેલ પાસે ટ્રસ્ટના રૃપિયા છે જે ૧૦૦૨૦ અને ૧૦ની ચલણી નોટો છે. ટ્રસ્ટને તેના બદલામાં મોટી નોટો જોઈએ છે અને ટ્રસ્ટ માટે કમિશન પેટે વધુ ૩૦ ટકા રકમ ચુકવી આપશે. જેથી ગત તા. એપ્રિલના રોજ સોનુ પટેલ તેના અન્ય બે સાગરીતો સાથે રેસ્ટોરન્ટ ઉપર આવ્યો હતો અને ટ્રસ્ટના કાર્યકર્તાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેણે અવારનવાર વિપુલભાઈને ફોન કરી રૃપિયાની વ્યવસ્થા થઈ કે નહીં તેમ પૃચ્છા કરી હતી. દરમ્યાનમાં લાલચમાં આવી ગયેલા વિપુલે ૧૮ લાખ અને તેમના ભાગીદાર પાસેથી ૧૦ લાખ લઈ ર૮ લાખની વ્યવસ્થા કરી લીધી હતી અને ગાંધીનગર સેકટર-રપ જીઆઈડીસી પાસે સોનુએ ફોન કરીને તેને બોલાવ્યો હતો. ત્યારબાદ સોનુએ કહયું હતું કે ગાડી અંદર લઈને ટ્રસ્ટના માણસોને રૃપિયા બતાવી દઈએ. દરમ્યાનમાં સોનુએ ફોન મુકયો કે થોડી મીનીટોમાં પોલીસની સરકારી જેવી ગાડીમાં કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચયા હતા અને ગાડી ચેક કરવા લાગ્યા હતા. જેથી વિપુલના ભાગીદાર સુનિલભાઈએ ગાડી કેમ ચેક કરો છો તેમ કહેતા શખસોએ ક્રાઈમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ રીવોલ્વર ભરાવીને આવેલા શખ્સે સોનુને કહયું હતું કે તો પેલો માણસ છે. પોલીસ તેને કયારની શોધે છે. તેમ કહેતાં સોનુએ પૈસા લઈલો અને અમને છોડી દો તેમ કહયું હતું. જો કે પોલીસ બનીને આવેલા શખસોએ સોનુને લાફા મારી રૃપિયા લઈ લીધા હતા અને વિપુલભાઈને પણ લાફા મારી કારમાં બેસાડી દીધા હતા અને ફોન પણ લઈ લીધા હતા. ત્યારબાદ જે કહેવું હોય તે પોલીસ સ્ટેશન આવીને કહો તેવી વાત કરી હતી. સુનિલભાઈ કાર લઈને પાછળ  કારનો પીછો કરતાં હતા. દરમ્યાનમાં એક શખ્સે પોતાનું નામ વિપુલ પટેલ ક્રાઈમ બ્રાંચ હોવાનું કહયું હતું. ત્યારબાદ સોનુને લઈ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને સોનુને ફોન કરતાં શખ્સોએ અમે બોલાવીએ ત્યારે પોલીસ સ્ટેશન આવવાનું કહયુ ંહતું અને ફોન બંધ કરી દીધો હતો. જેથી વિપુલભાઈને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે મામલે તેમના મિત્ર જતીન પટેલસોનુ પટેલટ્રસ્ટના કાર્યકર્તા બનીને આવેલા બે અજાણયા શખસોવિજય પટેલ તેમજ પોલીસ બનીને આવેલા અન્ય ચાર શખ્સો સામે સેકટર-ર૧ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે. ઘટનાની ગંભીરતાના પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ગાંધીનગર એલસીબીની ટીમો પણ તપાસમાં લાગી ગઈ છે. આરોપીઓ પોલીસથી હાથવેંત દુર હોવાનું પણ પોલીસ સુત્રો જણાવી રહયા છે. 

(5:22 pm IST)