Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ખેડા બગોદરા હાઇવે નજીક વહેલી સવારે ડ્રાઈવરને જોકું આવી જતા કાર પલટાઈ જતા ગમખ્વાર અકસ્માતમાં પિતાનું મોત:પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ :જિલ્લાના ધોળકા તાલુકાના ખેડા બગોદરા હાઇવે પરની સરસ્વતી સોસાયટીમાં રહેતા રવિ મુકેશભાઇ ગજ્જર ધોળકા ખાતે કેદીબા ફાર્મ કંપનીમાં નોકરી કરે છે.તેના પિતાની અમરેલીની બાબરા જી.આઇ.ડી.સી.માં ફેબ્રિકેશનની ફેક્ટરી છે.ગત તા.૧૭ મી ના રોજ તેના પિતા કાર લઇને બાબરા અમરેલી ખાતેથી ધોળકા તેને મળવા આવ્યા હતા.અને બીજે દિવસે બંને  પિતા પુત્ર મળસ્કે ત્રણ વાગ્યે  સુરત પિપોદરા જી.આઇ.ડી.સી.માં ચારકોલ પ્લાન્ટ જોવા જતા હતા.રવિ કાર ચલાવતો હતો.વહેલી સવાર ેસાડા પાંચ વાગ્યે વડોદરા હાઇવ ેપર અમદાવાદથી સુરત જવાના રોડ પરથી પસાર થતી વેળા કપુરાઇ બ્રિજ પાસે કાર ચલાવતા રવિને ઝોકુ આવી જતા કાર રોડથી નીચે ઉતરીને ઝાડમાં અથડાઇ હતી.અને કાર પલટી ખાઇ ગઇ  હતી.કાર પલટી ખાઇ જતા  રવિને પગ,હાથ અને છાતીના ભાગે સામાન્ય ઇજા થઇ  હતી.જ્યારે તેની બાજુની સીટ  પર બેઠલા તેના પિતાને જમણા ખભે, ડાબી કોણી અને  માથાના ભાગે ઇજા પહોચી હતી.એક રાહદરીએ ઇજાગ્રસ્ત પિતા પુત્રને કારમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.એમ્બ્યુલન્સના એટન્ડન્ટે રવિના પિતાને તપાસતા તેમનુ મોત થયુ હતું.બનાવ અંગે મકરપુરા પોલીસે પુત્ર રવિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:21 pm IST)