Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં ખુલ્લી ઓરડીમાં દારૂની પેટીઓના કટિંગ સમયે પોલીસે ત્રાટકતા દોડધામ

વડોદરા:શહેરના આજવા રોડ સ્થિત મહાકાળી સોસાયટી નજીક ખુલ્લી ઓરડીમાં વિદેશી દારૂની પેટીઓ કટીંગ કરતા સમયે પોલીસ ત્રાટકતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. દરોડા દરમિયાન પાણીગેટ પોલીસે  1.06 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કંટ્રોલ તરફથી બાતમી મળી હતી કે આજવા રોડ પર પરિવાર સ્કૂલની પાછળ આવેલી મહાકાળી સોસાયટીમાં મહેશ ગીરીશભાઈ વાણંદ , રાહુલ જયંતીભાઈ રાવળતથા અલ્પેશ ઠાકોર ભાઈ રોહિત ( ત્રણેય રહે - કિશનવાડી ,વડોદરા) વિદેશી દારૂનો ધંધો કરે છે અને હાલમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો આવ્યો છે

ઉપરોક્ત બાતમીના આધારે પોલીસે મહાકાળી સોસાયટી નજીક જય અંબે ફળિયાના નાકા પાસે દરોડો પાડ્યો હતો જ્યાં ખુલ્લી ઓરડીમાં તપાસ કરતા વિદેશી દારૂ પેટીઓ સાથે એક શખ્સ  પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં અલ્પેશ ઠાકોરભાઈ રોહિત હોવાનું બહાર આવ્યું હતું. અને દારૂનો જથ્થો મહેશ  વાણંદએ મંગાવી તેનો મિત્ર રાહુલ રાવળ સગેવગે કરવાનો  હતો. પરંતુ  પોલીસના દરોડાના પગલે બંને સખ્શો નાસી છૂટયા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 1,06,800 ની કિંમત ધરાવતી 900 નંગ બોટલો કબજે કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:21 pm IST)