Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમદાવાદમાં કોરોના કેસનો સતત વધારો થતા ઓક્‍સિજનની વધતી માંગને પહોંચી વળવા 500 આઇસોલેશન બેડને ઓક્‍સિજન બેડમાં કોર્પોરેશન તંત્ર રૂપાંતર કરશે

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ઑક્સિજન બેડની માંગ પણ વધી રહી છે. ઑક્સિજન વધી રહેલી માંગને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500 આઇશોલેશન બેડને ઓક્સિજન બેડમાં રૂપાંતર કરવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતોરાત કચ્છમાંથી 1000 ઓક્સિજન સિલિન્ડર મેળવવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામ કરીને આગામી 2 દિવસમાં 500 આઇલેશન બેડને ઓક્સિજન સિલિન્ડરથી સજ્જ બેડ બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 150 ખાનગી હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ છે. જેમાં 19 એપ્રિલ એટલે કે આજ સવારે 9:30 વાગ્યાની સ્થિતિ મુજબ, ICU વિથ વેન્ટિલેટરના માત્ર 2 જ બેડ ખાલી છે . જ્યારે વેન્ટિલેટર વગરના ICUના માત્ર 3 જ બેડ ખાલી છે. આથી દર્દીઓ અને તેમના સ્વજનોને બેડ માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.

(5:02 pm IST)