Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગાંધીનગર -સરખેજ હાઇવે નજીક ટેન્કરે યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાથી ઘટનાસ્થળેજ યુવકે દમ તોડ્યો

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માથુ ઉંચકયું છે ત્યારે ગઈકાલે રાત્રે વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતમાં વધુ એક યુવાનનું મોત નીપજયું છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે વૈષ્ણોદેવી સર્કલ નજીક બાંધકામ સાઈટ ઉપર કામ કરતો યુવાન  બાબુભાઈ રામસિંગ ડામોર હંસપુરા પાસે રહેતો હતો અને ગઈકાલે રાત્રે તે તેના વતન ઝાલોદના ધોળા ખાખરા ખાતે જવા માટે નીકળ્યો હતો. તે સમયે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ચાલતો જઈ રહયો હતો ત્યારે ટેન્કર નં.જીજે-૦૨-વાય-૬૯૯૦ના ચાલકે બાબુભાઈને ટક્કર મારી હતી. જેથી તે રોડ ઉપર પટકાયો હતો અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જયારે ટેન્કરનો ચાલક સ્થળ ઉપર ટેન્કર મુકીને નાસી છુટયો હતો. આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ દીનેશભાઈ ડામોરની ફરીયાદના આધારે અડાલજ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. 

(6:07 pm IST)