Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં

નવસારી, મહિસાગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 485 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4369 પર પહોંચ્યો છે

રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડ જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. નવસારી, મહિસાગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા હતા

રાજ્યમાં આજે કુલ 709 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.98 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,612 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે

(11:48 pm IST)
  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • ફેરવેલ સ્પીચમાં પત્નીએ ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યોઃ હિંસાને કદી યોગ્ય ગણી ન શકાયઃ હિંસાની ટીકા કરી access_time 4:08 pm IST

  • અમે કોઈપણ ધર્મ કે જાતિનું અપમાન કરવા માંગતા નથી : અમારી સિરીઝથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગીએ છીએ : તાંડવ વેબસીરીઝ મામલે દેશભરમાં ઉઠેલા વિરોધને ધ્યાને લઇ ડાયરેક્ટર ,પ્રોડ્યુસરે માફી માંગી : સિરીઝમાંથી વિવાદાસ્પદ ભાગ કાઢી નાખવાની ખાત્રી આપી access_time 8:44 pm IST