Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

હાઇવે પર પ્રથમ ટ્રેક પર દોડતા ભારે વાહન સામે સીસીટીવી કેમેરાથી નજર રખાશે

સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાના માર્ગ દર્શન હેઠળ ડેમો માટે કેમેરા મુકાયા, બેફામ ચાલકોનું આવી બનશે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં હાઇવે નં. 48 પર ફસ્ટ ટ્રેક પર ચાલતા વાહનોને કાબુમાં લેવા પોલીસ દ્વારા સતત કેસ થઇ રહ્યા છે. ત્યારબાદ હવે પોલીસ દ્વારા આ વાહનોને કાબુમાં લેવા માટે નવી તરકીબ અપવાની છે. જેમાં હાઇવે પર સીસીટીવી કેમેરા લગાવી તેના પર વાહનોને કાબુમાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

 

  સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને પોલીસ વડા રાજદિપ સિંહ ઝાલાના માર્ગ દર્શન હેઠળ હાઇવે પર ફસ્ટ ટ્રેક પર ચાલતા વાહનોને જૈર કરવા માટે હવે હાઇવે પર સીસી ટીવી કેમેરા લગાવાયા છે. જેનું ઉદ્ઘાટન આજરોજ વલસાડ એસપી દ્વારા બગવાડા ટોલ નાકા પર કરાયું છે. હાલ પ્રાયોગિક ધોરણે કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા સતત ફસ્ટ ટ્રેક પર ચાલતા વાહનો પર સતત નજર રાખશે. જો ભારે વાહન સતત ફસ્ટ ટ્રેક પર ચાલશે તો તેને મેમો આપી દેવાશે. આ સિવાય આ કેમેરા એકસ્માત સમયે પણ કામ લાગશે. આ કેમેરાનો અનોખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

(10:42 pm IST)