Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

મહેસાણાના રાધનપુર રોડ નજીક બે સોસાયટીને નિશાન બનાવી તસ્કરોએ એક સાથે પાંચ મકાનના તાળા તોડી કુલ 190450લાખની મતાની ઉઠાંતરી કરી છૂમંતર.....

મહેસાણા:શહેરના રાધનપુર રોડ પર આવેલી બે સોસાયટીઓમાં અજાણ્યા શખસોએ એક સાથે પાંચ મકાનોને નિશાન બનાવી ખાતર પાડી હતી. સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ.૧૯૦૪૫૦ના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો નાસી છૂટયા હતા. ફુલગુલાબી ઠંડીમાં પેટ્રોલીંગ કરીને સબસલામતની આલબેલ પોકારતી પોલીસની બૂમરેંગના ધજાગરા ઉડયા છે. જ્યારે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મહેસાણા શહેર અને જિલ્લા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખાસ કરીને બંધ મકાનોને નિશાનબનાવી ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોએ માઝા મુકી છે. ગત રાત્રિએ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી બંસરી ટાઉનશીપ સોસાયટીના ત્રણ અને રાધેકુંદન સોસાયટીના બે મકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. એક જ રાતમાં પાંચ મકાનોમાં ચોરી થતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે.

(5:28 pm IST)