Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતના ઈચ્છાપોરમાં અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત

સુરત: શહેરના ઈચ્છાપોરમાં સોમવારે સાંજે હાડર્લી-ડેવિડસન બાઈકે યુવાનને અડફટે લેતા મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં ઈચ્છાપોર રોડ પર અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા મોતને ભેટ્યો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મગદલ્લા બ્રિજથી ઓએનજીસી ચાર રસ્તા પાસે એચપીસીએલ બોટલિંગ પ્લાન્ટ તરફ રોડ પર સોમવારે સાંજે પુરપાટ ઝડપે હાડર્લી-ડેવિડસન બાઈકચાલક ચલાવતો હતો. તે સમયે ઈચ્છાપુર જીઆઇડીસી તરફ પગપાળા જતા 25 વર્ષીય એક અજાણ્યા પુરૂષની બાઇકને અડફટે લીધા હતા જેમાં તેમને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. પોલીસે કહ્યું હતું કે અમે આ અજાણ્યા ઇસમે પીળા રંગની ટી-શર્ટ અને કાળા રંગનો હાફ પેન્ટ પહેલી છે તેના જમણા હાથની કોણી પર અજય નામનું છૂંદણું લખેલું હતું.

બીજા બનાવમાં ઈચ્છાપોરમા આઈ.ઓ.સી રોડ પર આવેલા ઝુંપડામાં રહેતો 23 વર્ષીય તુલસીરામ ઠાકુર આજે સવારે મોટરસાયકલ પર કામ અર્થે જોતો હતો તે સમયે આઈઓસી કંપનીના મેન ગેટ પાસેના રોડ પર મોટરસાયકલને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમુર છત્તીસગઢના વતની હતો તેના ત્રણ ભાઈ છે. તે મજુરી કામ કરતો હતો. આ બંને બનાવ અંગે એમ ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)