Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વડોદરામાં ઉત્તરાયણમાં ડીજે ધીમું વગાડવાનું કહેતા ત્રણ મિત્રોએ યુવતીનો પીછો કરી છેડતી કરતા ગુનો દાખલ

વડોદરા: શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા ઉર્વીબેન દુભાશે ખાનગી બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગઈ 13મી જાન્યુઆરીના રોજ તેમની માતાનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. અને સાંજે રજા આપતા ઘરે પરત લાવ્યા હતા. ત્યારબાદ 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વ હોવાથી પાડોશીએ મોટા અવાજે ડીજે વગાડવાનું શરૂ કરતા ઉર્વીબેને ધીમા અવાજે વગાડવા જણાવ્યું હતું. તે દરમિયાન પ્રશાંત ખત્રી, દિલીપ ખત્રી, જીગર ખારવા (ત્રણેય રહે- સાકેત ડુપ્લેક્સ, બરાનપુરા, વડોદરા)એ જણાવ્યું હતું કે" ડીજે તો વાગશે જ પૈસા ખર્ચ્યા છે." 

ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસે સ્થળ પર આવી હતી પરંતુ ડીજે બંધ હોય પોલીસ પરત ગઈ હતી. જેનો વેર રાખી ઉશ્કેરાયેલા યુવકોએ અપશબ્દો બોલી હવે તમે અહીંયા કેવી રીતે રહો છો તેવી ધમકી આપી હતી અને મહિલાનો પીછો કરી અપશબ્દો બોલી નાસી છૂટયા હતા.

(5:23 pm IST)