Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સેલ્‍ફીના ચક્કરમાં ૭ છોકરીઓ તળાવમાં ડૂબીઃ ૬નો બચાવ : એક કિશોરીની શોધખોળ ચાલુ

તળાવ કિનારે પિકનિક માણતા લોકો સેલ્‍ફી લેવાના ચક્કરમાં ડૂબ્‍યા, માછીમાર અને પશુપાલકે જીવના જોખમે બચાવ્‍યો જીવ

દેવાસ,તા. ૧૯:  સેલ્‍ફી લેવાના ચક્કરમાં આ વખતે દેવાસમાં એક દુર્ઘટના બની છે. અહીં સેલ્‍ફી  લેવાના પ્રયાસમાં ૭ છોકરીઓ અને મહિલાઓ તળાવમાં ડૂબી ગઈ. તે પૈકી ૬ લોકોને ઘટનાસ્‍થળે હાજર માછીમારો અને સ્‍થાનિકોએ બચાવી લીધા, પરંતુ એક કિશોરીની હજુ સુધી ભાળ મળી નથી. કિશોરી પોતાના સગા-સંબંધીઓની સાથે પિકનિક કરવા માટે અહીં આવી હતી, પરંતુ સેલ્‍ફી લેવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર બની ગઈ.

દેવાસના રાજાનલ તળાવમાં આ દુર્ઘટના બની. દુર્ઘટનાનો શિકાર બનેલી કિશોરી પોતાના સગા-વહાલાની સાથે પિકનિક કરવા આવી હતી. તેની સાથે અન્‍ય મહિલાઓ અને છોકરીઓ પણ હતી. તેને બચાવવાના ચક્કરમાં એક પછી એક ૬ છોકરીઓ અને મહિલાઓ તળાવમાં કૂદતી ગઈ. આ સૌને ત્‍યાં હાજર માછીમારો અને સ્‍થાનિકોને બચાવી લીધા, પરંતુ એક કિશોરીને ન બચાવી શક્‍યા. અંધારું થવાના કારણે રેસ્‍ક્‍યૂ ઓપરેશન રોકવું પડ્‍યું. સવાર થતા જ ફરીથી કિશોરીની શોધખોળ શરૂ કરવામાં આવી.

ખટાંબામાં પોતાના સગાવવહાલાને ત્‍યાં આવેલી કિશોરી પિકનિક કરવા માટે રાજાનલ તળાવમાં આવી હતી. પિકનિક દરમિયાન રાજાનલ તળાવ પર તમામ લોકો સેલ્‍ફી લેવામાં મસ્‍ત હતા. આ દરમિયાન એક કિશોરી અચાનક તળાવમાં પડી હતી. તેને બચાવવા માટે એક પછી એક ૭ લોકો (જેમાં મહિલાઓ અને છોકરીઓ હતી)એ એક-બીજાને બચાવવાના ચક્કરમાં તળાવમાં કૂદવા લાગી. માછલી પકડનારા અને ભેંસ ચરાવનારા લોકોની નજર આ લોકો પર પડી. બંને પોતાના જીવની ચિંતા કર્યા વગર તળાવમાં કૂદી ગયા. બંનેએ ૬ લોકોને તળાવથી બહાર કાઢ્‍યા પરંતુ એક કિશોરીની ભાળી નથી મળી.

બીએનપી પોલીસ સ્‍ટેશન અંતર્ગત શહેરથી લગભગ ૫ કિલોમીટર દૂર રાજાનલ તળાવમાં સેલ્‍ફી લેતી વખતે છોકરીઓ અને મહિલાઓ ડૂબી ગઈ. આ લોકોને ડૂબતા બે લોકોએ જોયા. બંનેએ તળાવમાં અનેક પ્રયાસો કર્યા બાદ ૬ લોકોને સુરક્ષિત બચાવી દીધા, પરંતુ ૧૪ વર્ષની કિશોરી નુજ્જત ડૂબી ગઈ. તે સાંવરેની રહેવાસી હતી. અંધારું હોવાના કારણે રેસ્‍ક્‍યૂ ઓપરેશન રોકી દેવામાં આવ્‍યું હતું.

 

(4:21 pm IST)