Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગુજરાતભરમાં તલાટી અને શિક્ષકો હેડ કવાર્ટરમાં નહીં રહી ફરજ બજાવતા હોય જાગૃત નાગરીક દ્વારા તમામ કલેકટર, શિક્ષણ અધિકારીને નોટીસ ફટકાર્યા બાદ તંત્ર દોડતુ થયું

જામજોધપુર, તા., ૧૯: ગુજરાતભરના તલાટી મંત્રી તથા શિક્ષકો પોતપોતાના હેડકવાર્ટરમાં નહી રહી ફરજ બજાવતા હોય જેથી સરકારશ્રીની સારી યોજનાનો લાભ છેવાડાના માનવીને સમયસર મળતો ન હોઇ તેમજ અપડાઉનના શિક્ષકો-તલાટી કમ મંત્રી દ્વારા ખોટા વાઉચરો બનાવી સરકારી નાણાનો વ્યવ થાય છે જેમને લઇને જામ જોધપુર તાલુકાના નંદાણા ગામના પ્રવીણભાઇ નારીયાએ ગુજરાતના તમામ જિલ્લા કલેકટર તથા શિક્ષણ અધિકારીને પોતાના વકીલ મારફત ૮૦-સમ હેઠળ નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. નોટીસ બાદ રાજકોટ-ગોધરા-મહીસાગર સહીતના જીલ્લા કલેકટરો શિક્ષણ અધિકારીઓએ જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શિક્ષણ અધિકારીને આ અંગે શિક્ષક અને તલાટી મંત્રીના રજુઆત કરાયેલ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવા લેખીતમાં જણાવતા  ગુજરાતભરમાં શિક્ષણ ક્ષેત્રે તલાટી મંડળોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

(11:46 am IST)