Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રાજ્યમાંથી ટેકાના ભાવે 77 લાખ કવીન્ટલ મગફળીની ખરીદી કરાઈ

કેન્દ્ર સરકાર પાસે વધુ 4 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા મંજૂરી માંગી

 

રાજ્ય સરકાર દ્વારા  ટેકાના ભાવે અત્યાર સુધી રાજ્યમાં 77 લાખ 67 હજાર 970 ક્વિન્ટલ મગફળી ખરીદાઈ છે.જેની કિંમત 3 હજાર 495 કરોડ થઈ છે મગફળીનું પેમેન્ટ નોડલ એન્જસી દ્વારા ખેડૂતોને કરી દેવાયું છે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર પાસે વધુ 4 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં મંજૂરી માંગી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા 253 કેન્દ્રો ખરીદી માટે શરૂ કરાયા હતા તે પૈકી 239 કેન્દ્રો કાર્યરત છે. એમાં પણ 137 કેન્દ્રો APMC ની અંદર ચાલી રહ્યા છે ગુરૂવારે 90 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરાઈ છે.

(12:58 am IST)