News of Friday, 19th January 2018

૧૮૦૦૦ ગામડાની જમીન માપણી કામ પૂર્ણતાના આરે

ખેડૂતોના વાંધાઓનો ઝડપી નિકાલ લાવવા હુકમઃ કલેક્ટર કોન્ફરન્સમાં કૌશિક પટેલ દ્વારા બધી કામગીરીની સમીક્ષા : પડતર પ્રશ્નોને પ્રાથમિકતા આપવા માટે આદેશ

અમદાવાદ,તા. ૧૯, રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને ૧૮-૧-૨૦૧૮ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગને લગતી રીસર્વે માપણી એનએ, પ્રોપર્ટી કાર્ડ, હક પત્રની નોંધો, બાકી મહેસુલ, સ્ટેમ્પ ડ્યુટીના બાકી કેસો જેવી દસ જેટલી બાબતોની સમીક્ષા કરવામાં આળી હતી. મંત્રીએ સમીક્ષા બાદ ટુંકાગાળાની અને લાંબાગાળાની સમયાવિધ ધરાવતી કામગીરી નક્કી કરવા અને બાકી કામગીરી માટે સમય મર્યાદા નક્કી કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષની સરકારે સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરવાના ઐતિહાસિક નિર્ણયનો લાભ લોકોને ઝડપથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં ૫૭૯ સૂચિત સોસાયટી આવેલી છે જેના અંદાજે એક લાખ નાના મકાન માલિકોને લાભ આપતી આ યોજનાના લાબો સમય મર્યાદામાં મળે તેવા આદેશ મંત્રીએ આપ્યા હતા. આ કોન્ફરન્સમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ારત સરકારના સહકારથી જમીન રીસર્વે અને મોજણીકામ સફળતાપૂર્વક હાથ ધરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીના નેતૃત્વમાં આ પ્રોજેક્ટની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થઇ છે. આ કામગીરી દરમિયાન ઉદ્ભવેલા ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીની સમય મર્યાદામાં પૂર્ણ કરવા પણ મંત્રીએ ઉપસ્થિત કલેક્ટરોને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં મહેસુલી વહીવટ લોકાભૂમિખ, પારદર્શક, સરળ અને ઝડપી બને તે માટે તંત્ર સંવેદનશીલ બને. મંત્રીએ જણાવ્યું હતું કે, ગામ નમૂના નં. ૬માં બેંક દ્વારા બોજો દાખલ કમીની નોંધ અંગે રાષ્ટ્રીયકૃત બેંકોને જે સત્તા આપવામાં આવી છે તેવી સત્તા મહત્વની સહકારી બેંકોને આપવા વિચારણા કરવી જેથી સહકારી બેંકો મારફતે ધિરાણ લેતા અરજદારોને સરળતા રહે.

(10:00 pm IST)
  • અમદાવાદના નવા વાડજના લક્ષ્મીનગર વિસ્તારમાં પોલીસના દરોડામાં જુગારધામ ઝડપાયુ : પીસીબીએ દરોડો પાડીને કુલ 36 લાખના મુદ્દામાલ સાથે ૧૭ શકુનિઓને ઝડપી લીધા છે. access_time 12:46 pm IST

  • લ્યો બોલો... સાંસદોએ બિઝનેસ કલાસમાં સફર કરવા આવેદન આપ્યું : હાલ સાંસદો પ્લેનની મુસાફરી સામાન્ય કલાસમાં કરે છે : પ્રજાના પૈસે પ્લેનમાં મુસાફરી કરતાં ભારતના સાંસદોએ તેમને સગવડ આપવાની માંગણી કરી છે : જે મુજબ તેઓને સામાન્ય કલાસને બદલે '' બિઝનેસ કલાસ''માં સીટ ફાળવવા આવેદન આપ્યું હોવાનું જાણવા મળે છે. access_time 3:24 pm IST

  • સુરતઃ કતારગામની સર્વોદય સ્કૂલની માન્યતા રદ કરવા તજવીજ: સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીના ફિનાઈલ પીવાનો મામલો : કતારગામની સર્વોદય સ્કૂલની માન્યતા રદ કરવા તજવીજ : ડીઈઓએ શાળામાં તપાસ કરી : આચાર્ય, વિદ્યાર્થી અને પિતાના નિવેદન લીધા : ટ્રસ્ટીએ જ વિદ્યાર્થીને એલસીની ધમકી આપીને ચાલુ ક્લાસે ઘરે મોકલી દીધો હતો access_time 1:59 pm IST