Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વડોદરાને સ્લમ -ફ્રી સિટીના નામે 13000 થી 15000 કરોડનું કૌભાંડ ?

-આવાસ યોજના કૌભાંડના મામલે કોર્પોરેટરનો પત્રબોમ્બ ;વડાપ્રધાનને પત્ર લખીને સતાધારી પક્ષ અને કમિશનરની મિલીભગતનો લગાવ્યો આરોપ ;પ્રાઈમ લોકેશન વાળી 86,60,000 લાખ સ્ક્વેર ફૂટ જમીનને બિલ્ડરોને મફતના ભાવે ફાળવી દીધી ?

વડોદરા ;વડોદરામાં આવાસ યોજનામાં કથિત કૌભાંડનો મામલો વધુ ધણધણી ઉઠ્યો છે ધારાસભ્ય મ્યુનિ,કમિશનર,મ્યુનિ કમિશનર અને મેયર સામે આરોપો લગાવ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિ કમિશનર સામે સણસણતા આરોપ મુક્યા હતા ત્યારે વડોદરાને સ્લમ ફ્રી સિટીના નામે 13000 થી 15000 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનો કોર્પોરેટરે આક્ષેપ લગાવીને વડાપ્રધાનને પત્ર પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે તેવામાં મ્યુ.કમિશનરે સજોડે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી ઘટના ઉપર પડદો પાડવા અને સમજાવટના પ્રયત્નો કર્યા હતા.જોકે વિવાદમાં હવે કોર્પોરેટર પણ મેદાને પડ્યા છે. તેમણે વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં સ્લમ-ફ્રી સિટીના નામે 13000 થી 15000 કરોડનું કૌભાંડ સત્તાધારી પક્ષ અને કમિશ્નરની મિલીભગતથી થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

   કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને સંબોધીને પત્ર લખી LIG, MIG ની સ્કિમોનાં બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવવા માંગણી કરી હતી. ભાજપી ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ સામે છેલ્લા એક સપ્તાહથી આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે. જેમાં,ભૂતકાળની તપાસની પણ માંગણી કરતાં વિવાદ વધુ ભભૂક્યો હતો. ધારાસભ્ય દ્વારા થઈ રહેલા આક્ષેપોને પગલે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ પત્ની સાથે ધારાસભ્ય યોગેશ પટેલના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાને પહોંચી ગયા હતા. યોગેશ પટેલના નિવાસસ્થાને 30 મિનિટ સુધી બન્ને વચ્ચે ગુપ્ત ચર્ચા ચાલી હતી. બેઠકના અંતે સમાધાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

   બીજી તરફ વિવાદમાં હવે કોંગ્રેસનાં કોર્પોરેટર અમી રાવત પણ મેદાને આવ્યા છે.તેમણે પ્રધાનમંત્રીને ઉલ્લેખીને લખેલા એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે,વડોદરાને સ્લમ-ફ્રી સિટીના નામે 13000 થી 15000 કરોડનું કૌભાંડ વડોદરા વાસીઓની અને સરકારની પ્રાઈમ લોકેશન વાળી કિમતી 86,60,000 લાખ સ્ક્વેર ફૂટ જમીનને બિલ્ડરોને-પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના માટે મફતના ભાવે ફાળવી દીધી છે. કરોડો રૂપિયા કમાવવાનું ભાજપના નેતાઓ દ્વારા સમગ્ર કૌભાંડ થયું છે તેના પુરવાની સીલસિલાબંધ વિગતો પુરાવા સાથે ટુંક સમયમાં રજુ કરીશું તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

 

(11:24 pm IST)