Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રૂપિયો ક્યાથી આવશે અને ક્યાં જશે.........

અમદાવાદ મ્યુનિ બજેટ

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા આજે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૨૦૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૩૦૦ કરોડ સાથેનું કુલ રૂ.૬૫૦૦ કરોડનું ડ્રાફટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કર્યું હતું. રૂપિયો ક્યાથી આવશે અને ક્યાં જશે તે ચિત્ર નીચે મુજબ છે.

રૂપિયો કયાંથી આવશે

ઓકટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાંટ................. ૨૭

જનરલ ટેક્ષ..................................................... ૧૩

વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સ................................ ૭

વાહન વેરો........................................................ ૨

વ્યવસાય વેરો................................................... ૪

નોન ટેક્સ રેવન્યુ............................................. ૨૩

રેવન્યુ ગ્રાન્ટ, સબસીડી અને કોન્ટ્રીબ્યુશન........... ૧૫

અન્ય આવક...................................................... ૯

કુલ.............................................................. ૧૦૦

રૂપિયો કયાં જશે

એસ્ટાબ્લીશમેન્ટ............................................... ૩૦

એડમીનીસ્ટ્રેશન અને જનરલ ખર્ચ........................ ૨

મરામત અને નિભાવ......................................... ૭

પાવર અને બળતણ........................................... ૫

સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચાઓ........................... ૮

કોન્ટ્રીબ્યુશન, સબસીડી અને ગ્રાન્ટ..................... ૧૩

લોન ચાર્જીસ અને અન્ય..................................... ૨

વિકાસના કાર્યો માટે ટ્રાન્સફર............................ ૩૩

કુલ....................................................................૧૦૦

(8:13 pm IST)