Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ચાર ચાંદ લગાવનારા કયા બ્રીજ પ્રોજેકટ....

કાલુપુર રેલવે સ્ટેશન સુધી એલિવેટેડ

અમદાવાદ,તા. ૧૯ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા આજે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૨૦૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૩૦૦ કરોડ સાથેનું કુલ રૂ.૬૫૦૦ કરોડનું ડ્રાફટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદને ચારચાંદ લગાવનાર બ્રિજ પ્રોજેક્ટ નીચે મુજબ છે.

(૧)   એલિવેટેડ એક્સપ્રેસ કોરીડોર-કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી ૧૦૦ કરોડના ખર્ચે

(૨)   પાલડી જંકશનની ઉપર થ્રી લેયર ફલાય ઓવર બ્રીજ ૯૦ કરોડના ખર્ચે

(૩)   નહેરૂનગર જંકશન પર થ્રી લેયર ફલાય ઓવર બ્રીજ ૯૦ કરોડના ખર્ચે

(૪)   ખોખરા રેલ્વે ઓવરબ્રીજ વાઇડનીંગ ૬૦ કરોડના ખર્ચે

(૫)   ઘોડાસર સ્પ્લીટ ફલાય ઓવર,હયાત રેલ્વે બ્રીજ સાથે મર્જ ૭૦ કરોડના ખર્ચે

(૬)   પલ્લવ ચાર રસ્તા ફલાય ઓવરબ્રીજ ૯૦ કરોડના ખર્ચે

(૭)   સત્તાધાર ચાર રસ્તા ફલાયઓવર બ્રીજ ૬૮ કરોડના ખર્ચે

(૮)   ચીમનભાઇ રેલ્વે ઓવરબ્રીજમાં વધારાની પાંખ ઉતારવાનું કામ ૧૦ કરોડના ખર્ચે

(૯)   ખોરજ રેલ્વે લાઇન(જગતપુર) પીપીપી મોડેલ(૫૦ટકા ફાળો અમ્યુકોનો) ૪૮ કરોડના ખર્ચે

(૧૦)  ઓમનગર રેલ્વે બ્રીજ ૨૦ કરોડના ખર્ચે

(૧૧)  આ સિવાય શહેરના જુદા જુદા બ્રીજ સ્ટ્રેન્ધનીંગ ૭.૫૦ કરોડના ખર્ચે

(૧૨)  બ્રીજ નીચેના સ્થળોના વિકાસ પાંચ કરોડના ખર્ચે

(8:13 pm IST)