Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રાજ્યની બિન સરકારી,ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 6850 જગ્યાઓમાં ભરતી કરાશે : નીતિનભાઈ પટેલ

આચાર્યોની ૧૫૬૬, શિક્ષણ સહાયકની ૨૯૧૫ અને મદદનીશ શિક્ષકની ૨૩૬૯ મળી કુલ ૬૮૫૦ જગ્યાઓ પુનઃ જીવિત થશે

ગાંધીનગર :રાજ્યમાં બિન સરકારી ,ગ્રાન્ટેડ અને ઉચ્ચતર અમધ્યમાઇક શાળાઓમાં કુલ 6850 જગ્યાઓની ભરતી કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે બિન સરકારી,ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુદી જુદી કેડરની ૬૮૫૦ જગ્યાઓ જીવિત કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પર તાત્કાલિક નિમણૂકો કરાશે.

  નાણામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ્દ કરવાની શરતે આ લાભો મંજૂર કરાયા હતા. પરંતુ શિક્ષણ ક્ષેત્રે આ મહત્વની જગ્યાઓ ભરવાની હોઈ રાજ્ય સરકારે આ જગ્યાઓ પુનઃ જીવિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં આચાર્યોની ૧૫૬૬, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક) ની ૨૯૧૫ ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાય) ની ૨૩૬૯ મળી કુલ ૬૮૫૦ જગ્યાઓ પુનઃ જીવિત થશે. આગામી સમયમાં આ જગ્યાઓએ નવી નિમણૂકો અપાશે.

(7:42 pm IST)