Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગુજરાતને ચૂંટણી માટેનો બેસ્ટ સ્ટેટ એવોર્ડ

વડોદરાને મતદાર જાગૃતિ અને અમદાવાદને ચૂંટણી વ્યવસ્થાપન માટે એવોર્ડ

રાજકોટ, તા. ૧૯ :  ભારતના ચૂંટણી પંચે ગઇ વિધાનસભાની ચૂંટણીની કામગીરી ધ્યાને રાખીને બેસ્ટ સ્ટેટ એવોર્ડ ફોર ઇલેકશન મેેનેજમેન્ટ માટે ગુજરાતની પસંદગી કરી છે.

વડોદરા જિલ્લાને સિસ્ટમેટિક વોટર્સ એજયુકેશન એન્ડ ઇલેકટ્રોલ પાટીસીપેશન (સ્વીપ) માટે તેમજ અમદાવાદ જિલ્લાને ઇલેકશન મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળવા પાત્ર થયો છે.

(3:58 pm IST)