Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મોઢેરા સૂર્ય મંદિરમાં ઉતરાર્ધ મહોત્સવ, નામાંકિત શાસ્ત્રીય નૃત્યકારો ભાગ લેશે

ગાંધીનગર તા. ૧૯ : રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્ત્।રાર્ધ મહોત્સવનું આયોજના કરવામાં આવે છે. આ વર્ષે  તા. ૨૦ અને ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન આ મહોત્સવનું આયોજન કરાયું છે.

આ ઉત્ત્।રાર્ધ મહોત્સવમાં તા. ૨૦/૦૧/૨૦૧૮ના રોજ પદ્મશ્રી  ડો.ઇલિઆના સિતારિસ્ટી (ઓડીસી),  શ્રી ઐશ્વર્યા વરિયાર (મોહિનીઅટ્ટમ), શ્રી સુચરિતા ત્રિપાઠી (ઓડીસી), શ્રી ડિમ્પલ ડેપ્યુટી (ભરતનાટ્યમ), શ્રી શકુંતલા ઓઝા, (કુચિપુડી) શ્રી શિતલ બારોટ (ભરતનાટ્યમ) તથા તા. ૨૧/૦૧/૨૦૧૮ના રોજ પદ્મશ્રી, દેવયાની (ભરતનાટ્યમ), ગુરૂશ્રી પાલીચંદ્ર અને મૈથિલિ પટેલ (કથ્થક), ડો.વસુંધરા ડોરાસ્વામી (ભરતનાટ્યમ), શ્રી મેદ્યના શાહ (મોહિનીઅટ્ટમ), શ્રી નિતા આચાર્ય (કુચિપુડી), શ્રી એશા જોષી (કથ્થક) દ્વારા શાસ્ત્રીય નૃત્ય રજુ કરવામાં આવશે. સાંજના ૭-૦૦ કલાકે શરૂ થનારા આ કાર્યક્રમનો લાભ લેવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના  કમિશનર શ્રી એમ. કે. ગાંધીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

(12:35 pm IST)