Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

28 થી 31 ઑક્ટોબર દરમિયાન પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકશે: તંત્રએ નિર્ણય બદલ્યો

સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યૂ સહેલાણીઓ માટે ખુલ્લુ રખાશે

 

અમદાવાદ : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ પીએમ મોદીના આગમનના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને 5 દિવસ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે આ નિર્ણય બદલવામાં આવ્યો છે.

આ અંગે સ્ટેચ્યુ ઑફ યુનિટી મેનેજમેન્ટે સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સ્ટૂચ્યુ ઑફ યુનિટીને 5 દિવસ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. 'રાષ્ટ્રીય એકતા દિવસ' માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે.

 વડાપ્રધાન  મોદી રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે કેવડિયા આવી રહ્યાં છે. જેના પગલે સ્ટેચ્યુ ઑફ યુનિટી મેનેજમેન્ટ દ્વારા 28 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યુને પ્રવાસીઓ માટે બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દર વર્ષની જે આ વર્ષે પણ પ્રોટોકૉલ મુજબ ઑનલાઈન ટિકિટ નહીં મળે.

એવું કહેવાય છે કે પીએમ મોદી 30 ઑક્ટોબરે કેવડિયા આવશે અને સાંજે તેઓ નર્મદા મૈયાની આરતી કરીને ઘાટનું લોકાર્પણ કરશે. જે બાદ કેવડિયામાં જ રાત્રે રોકાશે.

(9:30 pm IST)