Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મહેસાણામાં ફેકટરીઓમાં હાથફેરો કરી લૂંટ ચલાવનાર શખ્સને ઝડપવા પોલીસ તંત્ર સજાગ

મહેસાણા:શહેર નજીકના સુવિધા સર્કલ પાસે આવેલી મે.સુરજ રોલીંગ મીલ નામની ફેક્ટરીમાં શુક્રવારે મધરાતે તસ્કર ટોળકીએ ત્રાટકતાં બે મજૂરો જાગી જઈ પડકારતાં તસ્કર ગેંગના માણસોએ  મજૂરોને મારપીટ કરી ઈજા પહોંચાડી હતી. જો કેમજૂરોની બુમરાણથી અન્ય કામદારો જાગી જતાં અને હોહા મચાવી દેતાં તસ્કર ટોળકી ડેલીએ હાથ દઈને ખાલી હાથે પલાયન થઈ ગઈ હતી. આટલેથી નહીં અટકી નિશાચરોએ એ જ રોડ પરની એ.જે.પટેલના મે.વહાણવટી ફાર્મ હાઉસમાં રાખેલી ખેતીપાક રક્ષણ માટેની બંદૂક અને બે મોબાઈલ ફોનની તસ્કરી કરી ચાલતી પકડી હતી. ત્યારબાદ કરશનપુરા રોડ પરના શિવ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ  મે.ઉમા ઈન્ડ્સ ગેસ તથા મે.અનમોલ ફર્ટી કેમ ઈન્ડસ્ટ્રીઝ અને મે.લ્યુમેન ફાર્મા કેમ પ્રા.લિ. ફેક્ટરીમાં ત્રાટકીને નિશાચર ગેંગએ પરોઢ સુધી રોકડમોબાઈલ ફોનકોમ્પ્યુટર હાર્ડડીસ્ક મળી કુલ રૃ.૩,૧૪ લાખના મુદ્દામાલ ઉસેડીને રફુચક્કર થઈ ગયા હતા. આ ચોરીના તમામ બનાવ મામલે કાંતિભાઈ મફતલાલ પટેલ (રહે.૧૦૫આરાધ્ય બંગ્લોઝરાધનપુર રોડમહેસાણા)એ અજાણ્યા શખસો વિરૃધ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ફરાર શખ્સોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે તપાસનીશ ઈન્સ્પેક્ટર આર.એલ.પારગીએ જણાવ્યું કેસીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખસનો ચહેરો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે જેની તપાસ ચાલી રહી છે. 

(5:06 pm IST)