Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સેલ્સમેનની આંખમાં મરચું ફેંકી ૧ર કિલો ચાંદીની લૂૂંટ ચલાવી

અમદાવાદ, તા. ૧૮ : નિકોલમાં રાત્રીના સમયે મિલન ગોલ્ડ જ્વેલર્સના સેલ્સમેન સંકેત ખટિકની  આંખમાં મરચુ નાંખીને ૧૨ કિલો ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને ૨૪ કલાક થી વધુ સમય થયો છતાં પોલીસ આરોપીની ભાળ મેળવી શકી નથી. દિવાળી આવતા પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ સહિતની કામગીરી પોકળ સાબિત થઈ છે.

(4:50 pm IST)