Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ડેડીયાપડા તાલુકાની મહિલાને સાસરિયાઓ દ્વારા ત્રાસના કિસ્સામાં સમાધાન કરાવતી 181 મહિલા હેલ્પલાઇન, રાજપીપળા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા પાસે નાં ગામે નીમાં બહેન ( નામ બદલેલ છે.)ના સાસુ માનસિક ત્રાસ આપે છે. અને છૂટાછેડા આપીને બીજી વહુ લઈ આવશું તેમ ધમકીઓ આપતા હોય ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉનસેલિંગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ નીમા બહેન નાં લવ મેરેજ થયા હતા અને બે છોકરા છે.એક છોકરી ચાર વર્ષ ની અને છોકરો અગિયાર માસ નો છે. તેમના પતિ કામ થી બહાર રહે છે. તેમના સાસુ કાયમ તેમને માનસિક ત્રાસ આપે અને ઝગડો કરે તેથી તેઓ અલગ ઘર માં રહેતા હતા. છતાંય તેઓ મને રોજ ટોર્ચર કરે છે. અને મારા છોકરા ઓ ને પણ એમના ઘર બાજુ રમવા જાય તો પણ મને જ બોલે છે. અને દર વખતે તું અમને નથી ગમતી, કાઢી જ મૂકવાની છે તને છૂટાછેડા આપી ને બીજી વહુ લઈ આવું તેમ ધમકીઓ આપે છે. ત્યારબાદ અભયમ ટીમે બંને પક્ષો ને શાંતિ થી સમજાવ્યા અને કાયદાકીય માહિતીઓ આપી અને સલાહ - સૂચનો આપતા હવે પછી હેરાન નહી કરે તેમ જણાવતા સુખદ અંત આવ્યો હતો આમ અભયમ ટીમેં પારિવારિક ઝગડાનું નિરાકરણ લાવી સમાધાન કરાવી સફળતા મેળવી હતી

(11:17 am IST)