Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ગુજરાત હાઇકોર્ટ ઓડ-ઇવન પધ્‍ધતીથી વકિલો માટે ચેમ્‍બર ખોલવા નિર્ણય

સવારે ૧૦.૩૦ થી બપોરે ર.૩૦ સુધી જ ચેમ્‍બરનો ઉપયોગ કરી શકશે

અમદાવાદઃ કોરોના કાળમાં (coronavirus) ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) વીડિયો કોન્ફરન્સિંગથી (Video conferencing) કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે 20મી ઓક્ટોબરથી odd Even પધ્ધતિથી ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ્સ ચેમ્બરમાં વકીલોને (Advocates Chamber) પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.  ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “વકીલો odd Even એટલે કે એકી બેકી નંબરથી ચેમ્બરનો ઉપયોગ કરી શકે છે. એટલે કે ચેમ્બરમાં એક્કી રૂમ નંબર ધરાવતા વકીલો એક દિવસ અને બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો બીજા દિવસે ચેમ્બરનો ઉપયોગ કરી શકશે.

હાઇકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલ સવારે 10.30થી 02.30 સુધી ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલો જ પ્રવેશ ગેટ નંબર 5થી પ્રવેશ કરી શકશે. આ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લિફ્ટમાં પણ ત્રણથી વધુ લોકોને શામેલ કરવામાં નહીં આવે અને નીચે ઉતરતી વખતે સીડીનો જ ઉપયોગ કરવાની રહેશે.

ચેમ્બરમાં એક્કી રૂમ ધરાવતા વકીલો સોમવાર, બુધવાર અને શુક્રવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. ચેમ્બરમાં બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો મંગળવાર અને ગુરુવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. કોઈ પણની ચા-કોફી સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવશે નહીં. 02:30 વાગ્યે પછી હાઉસકિપિંગ વિભાગ વકીલોની ચેમ્બરમાં આવેલી લૉબીને સેનિટાઈઝ કરાશે.

(12:10 pm IST)