Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

"ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી": હવે ભાજપમાં કોઇને નહીં લેવાય, સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી: સી.આર.પાટીલે

કરજણ: કરજણ બેઠક પર ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં સી.આર.પાટીલે કરેલ નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ચર્ચા અને વાદ વિવાદના વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

  ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી. પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય બીજો કોઇ ધંધો નથી. કોંગ્રેસના શાસનમાં શું થતું તે સૌ કોઇ જાણે છે. કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઇને નહીં લેવાય. સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી. કંડારીના ગુરૂકુળમાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજાઈ હરતી. મધ્ય ગુજરાતના ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

પરેશ ધાનાણીએ ધારાસભ્યો અને પક્ષપલટુઓ માટે કરેલી ટ્વીટને પગલે પાટીલ ખારા થયા હતા અને કહ્યું હતુ કે હવે કોંગ્રેસમાંથી કોઈને ભાજપમાં નહીં લેવામાં આવે.

સી.આર.પાટીલની મધ્ય ગુજરાતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની બેઠક મુજબ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ મોરચાના આયોજન અંગે સમીક્ષા કરી છે. પ્રચારની તૈયારીઓ અને રેલીઓના આયોજનનો રિપોર્ટ પણ લેવાયો છે.

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.

(12:09 pm IST)