Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ

દિયોદર ધાનેરા અને કાંકરેજમા ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટું: શિહોરી ઉંબરી અને પાદડી જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ યથાવત છે. દિયોદર ધાનેરા અને કાંકરેજમા ભારે ઉકળાટ બાદ આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. શિહોરી ઉંબરી અને પાદડી જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

(8:11 pm IST)