Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય: રાજયમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી: કાલથી વરસાદનું જોર વધશે

સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે:રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ :  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે

(8:07 pm IST)