Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વડોદરામાં જુદા જુદા વિસ્તારમાંથી લેવાયેલ ખાદ્ય પદાર્થના 23 નમૂના નાપાસ થયા હોવાની માહિતી

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશને શ્રાવણ માસ, રક્ષાબંધન અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂના તપાસ માટે લીધા હતા. જેમાંથી 23 નમૂના નાપાસ થયા છે. આ નમુનામા અડદ દાળ, તુવેર દાળ, ચણા, હળદર, મરચું પાવડર, મોતીચુર લાડુ, પાલક સેવ, કેસરી પેંડા, દૂધ, ઘી, કાળા મરી, ગોળ વગેરેનો સમાવેશ થાય છે. નાપાસ 23 નમૂનામાંથી ૩ અનસેફ છે, એટલે કે તેમાં ભેળસેળ છે. પાંચ મિસ બ્રાન્ડેડ છે, અને 15 નમુના સબ સ્ટાન્ડર્ડ છે. 23 નમૂના નાપાસ થતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનસેફ નમુના માટે મ્યુનિસિપલ કોર્ટમાં અને મિસ બ્રાન્ડેડ તથા સબ સ્ટાન્ડર્ડ નમુના માટે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરની કોર્ટમાં કાર્યવાહી થશે તેવું કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદાર અને ડેઝિગ્નેટેડ ઓફિસર એ જણાવ્યું છે.

(4:47 pm IST)