Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કલોલ હાઇવે નજીક આવેલ સવસ રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

કલોલ: કલોલ માંથી પસાર થતો અમદાવાદ મહેસાણા હાઈવે પર રોડની બન્ને તરફ સવસ રોડ બનાવવામાં આવેલા છે અને સવસ રોડની બન્ને તરફ તંત્ર દ્વારા સ્ટ્રીટલાઇટો નાખવામાં આવેલી છે આંબેડકર ત્રણ રસ્તા થી લઈ સિંદબાદ હોટલ સુધીના માર્ગો પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે પણ હાલમાં છેલ્લા કેટલાક સમયથી આ લાઈટો બંધ  હોય રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે બંધ રહેતી સ્ટ્રીટલાઇટો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે લાખો રૃપિયાનો ખર્ચ કરી સંસાધનો ઉભા કરવામાં આવે છે અને મંત્રીઓ ના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે પણ લોકાર્પણ કર્યા બાદ આ સંસાધનો ની જાળવણી નહીં કરવામાં આવતા લાખો રૃપિયાનો ખર્ચ વ્યર્થ જતો હોય છે અને નાગરિકોને હાલાકી ઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કલોલના હાઇવે પર આવેલ સવસ રોડ ઉપર વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ ના પડે તે માટે સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે હાઇવેના ચિરાગ ત્રણ રસ્તાથી લઈને સિંદબાદ હાઇવે સુધી સવસ રોડની બન્ને તરફ સ્ટ્રીટલાઇટો નાખવામાં આવી છે જે માટે તંત્રએ લાખો રૃપિયાનો ખર્ચ કર્યો છે પણ છેલ્લા કેટલાય સમયથી આ લાઈટો બંધ હાલતમાં છે જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે તેમાંય વિશેષ કરીને સિનિયર સિટીઝનોને અંધારાના કારણે ભારે તકલીફ પડી રહી છે તંત્ર દ્વારા નાંખવામાં આવેલી આ સ્ટ્રીટ લાઇટની યોગ્ય જાળવણી કરવામાં નહીં આવતા હા લાઈટો બંધ હાલતમાં છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ તંત્ર દ્વારા બંધ લાઈટો સત્વરે શરૃ કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે તેમજ આ લાઇટોની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી પણ માગણી ઉઠવા પામી છે.

(4:44 pm IST)