Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કાલથી ત્રણ દિ' ભારે તો પાંચ દિ' સાર્વત્રીક વરસશે

રવિ, સોમથી વરસાદનું જોર વધશે, માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઃ રાજયના ૪૮ ડેમ છલકાયા

રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા પાંચ  દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. ૩ દિવસ  એટલે કે  તા.૧૯, ૨૦, ૨૧,  (રવિ, સોમ, મંગળ)  ભારે વરસાદ  પડી શકે. તા. ૨૦-૨૧ (રવિ-સોમ)  માછીમારોને દરિયોના ખેડવા સુચના આપવામાં આવી છે. રાજ્યમાં હજુ ૧૯ ટકા વરસાદની ઘટ છે.

રાજયમાં  આ  સપ્તાહમાં  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમના લીધે  અમુક શહેરોમાં  ભારે વરસાદતો અમુકમાં ઝાપટા જોવા મળી રહ્યા છે.  બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે  આગાહી કરી છે.  જે અંતર્ગત તા. ૧૯,૨૦ થી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આ બંને દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ  પડી શકે છે.વરસાદી માહોલના પગલે રાજ્યમાં ૪૮ ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના ૪૪ ડેમ તો  ફકત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં ૬૯ ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે ૧૧ ડેમ છે એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૭૫ ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના ૨૦ ડેમમાં ૨૬ ટકા પાણીનો જથ્થો નોધાયો છે.

(2:53 pm IST)