Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજ્યના નવા નિયુક્ત મંત્રીમંડળમાં 19 કરોડપતિ મંત્રીઓ : 28 ટકા મંત્રીઓનો ગુનાહિત ઇતિહાસ

ગુજરાતનાં મંત્રીમંડળ પર આવેલો ADR રિપોર્ટમાં ધડાકો

અમદાવાદ :  ગુજરાતના નવા નિયુક્ત મંત્રીમંડળમાં 19 કરોડપતિ મંત્રીઓ છે. ગુજરાતનાં નવા મંત્રીમંડળમાં સીએમ સહિત કુલ 25 મંત્રીઓ છે. અને તેમાંથી 19 મંત્રીઓ કરોડપતિ છે. એટલે કે, નવું મંત્રીમંડળ સાધન સંપન્ન છે. ગુજરાતનાં મંત્રીમંડળ પર આવેલો ADR રિપોર્ટે એક ધડાકો પણ કર્યો છે, જેમાં ગુજરાતનાં નવા મંત્રીમંડળનાં 28 ટકા મંત્રીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

(12:41 pm IST)