Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુરતના ૪ લાપતા બાળકોને આંતર રાજ્ય પોલીસની મદદથી શોધી કઢાયા

ઝૂંપડપટ્ટીના બાળકો હોય કે મોટા બંગલામાં રહેનારના બાળક, લાપતા થયે પોલીસ ફોજ કામે લગાડવાની પોલીસ કમિશનર અજય કુમાર તોમરની રણનીતિને ફરી એક વખત મોટી સફળતા

  રાજકોટ તા. ૧૮, ડ્રગ્સ મુકત સુરત, નાના અને માસૂમ બાળકો લાપતા થવાના બનાવો સમયે ગરીબ અને તવંગરના ભેદ ભાવ વગર પોલીસની ફોજ અને ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડી દેવાના પોલીસ કમિશનર અજયકુમાર તોમરના વણ લખ્યા નિયમ અને સિદ્ધાંતની નીતિ વધુ એક વખત સફળ પુરવાર થયેલ છે. સુરતના ડુમ્મસ પોલીસ મથક વિસ્તારના ચાર બાળકો ગત તારીખ ૧૬ના રોજ મગદલ્લા બંદર પાસેની રણછોડ રત્ન નગરીમાંથી બે બાળકીઓ અને તેમની સાથે સાથે બે બાળકો ક.૧૫/૩૦ થી ક.૧૭/૩૦ દરમ્યાન પોતાના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ઉત્તર ભારતના પોતાના વતન તરફ ફરવા માટે એકીસાથે નિકળી ગયેલ હોવા અંગેની જાણ થતા બનાવની ગંભીરતા ધ્યાને લઇ પો.ઇન્સ.શ્રી ડુમસ પોલીસ સ્ટેશન નાઓ ઉપરી અધિકારીશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ સાથે બનાવના સ્થળે પહોચી હકીકત મેળવી ગુમથનાર બાળકોમાંથી એકસાથે ફરવા જતા હોવાથી માહિતી બહાર આવતા બાળકોમાંથી એક બાળકનો મોબાઇલ સાથે હોવાથી હકિકત મળતા ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુમ થનાર ચારેય બાળકો ભુસાવલ એકક્ષપ્રેસ ટેઇનમાં હોવાથી શક્યતા હોય જેથી નંદુબાર લોકલ કાઇમ બ્રાન્ચની સાથે સતત સંકલનમાં રહેતા તેઓ હારા ભુસાવલ સ્ટેશન ખાતે પોલીસનો સંપર્ક કરતા ગુમ થનાર યારેય બાળકોને ભુસાવલ ખાતે ટ્રેઇનમાથી ઉતરતા ભુસાવલ રેલ્વે પોલીસ નાએ તેઓને શોધી કાઢી અત્રે જાણ કરતા એક ટીમને બાળકોનો કબ્જો લેવા રવાના કરેલ છે.આમ, પ્રજાની હિતાકારી માટે ગણતરીના કલાકોમાં ગુમ થનાર બાળકોને ટેકનીકલ સર્વેલન્સ અને આંતરરાજ્ય પોલીસ સાથે સંકલન કેળવી કુનેહપુર્વક શોધી કાઢવામાં ડુમ્મસ પોલીસને સફળતા મળેલ છે.  ઉકત બનાવમાં ડુમ્મસ પોલીસ મથકના પીઆઇ અંકિત સોમૈયા સહિતની સમગ્ર ટીમ દ્વારા થયેલ કાર્યવાહીને સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

(11:57 am IST)