Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોટીભમરી,પલસી ગામની સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરીતિ રોકી પરવાનો રદ કરવા કલેકરને આવેદન

ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં મોટી ભમરી અને પલસી ગામમાં ઘણાં લાંબા સમયથી સસ્તા અનાજની દુકાન નાં સંચાલક અને અન્ય ગ્રામજનો વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે જેમાં એક બાદ એક એક બીજા પર આક્ષેપો કરતા આવેદનપત્રો આપી રાજ રમત રમાતી હોય એમ જણાઈ રહ્યું છે જેમાં અધિકારીઓ પણ ગૂંચવાઈ રહ્યા હશે ત્યારે ગઇકાલે પુરવઠાના સંચાલકે આવેદન આપ્યા બાદ આજે સામે પક્ષના લોકોએ આવેદન આપ્યું હતું.
આજરોજ મોટી ભમરી અને પલસી ગામના રમેશભાઈ દમણિયાભાઈ વસાવા સહિતનાં મોટી સંખ્યામાં આવેલા બંને ગામના ગ્રામજનો એ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ બંને ગોમોની સસ્તા અનાજની દુકાન મોટી ભમરી ગામમાં છે જેના સંચાલક રસિકભાઈ વસાવા છે અને ગામના સરપંચ પણ છે તેઓ નિયમ મુજબ દુકાનનું સંચાલન કરતા નથી મહિનામાં છેલ્લા બે દિવસ જ દુકાન ખોલી કુપન મુજબનો અનાજનો જથ્થો આપતા નથી અનાજની નોંધ કાર્ડમાં કરતા નથી જુલાઈ મહિનામાં કોઈને અનાજ આપ્યું નથી અને ચાલુ ઓગષ્ટ મહિનામાં હજુ સુધી કોઈને અનાજ આપ્યું નથી માટે પોતાની ભૂલ છુપાવવા અમારા પર ખોટા આક્ષેપો કરી બંગલા,ગડી હોવાની ખોટી રજૂઆત કરે છે માટે આ બાબતની યોગ્ય તપાસ કરી પરવાનો રદ કરવા માંગ કરવામાં આવી છે.

(11:00 pm IST)