Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ -જન્માષ્ટમી પર્વ ઉજવાયો

કૃષ્ણ મહિમા આધારિત ભજન ‘અમે કાનુડો કહીશું રે’, 'અધરમ મધુરમ', ‘કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકા’ હાલરડું, ‘કાનજી તારી માં’ વગેરેની ગ્રુપમાં પ્રસ્તુતિ કરી

સાણંદ : સાણંદ-કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નંદ ઘેરા આનંદ ભર્યોના નાદ સાથે જન્મોત્સવ પ્રસંગ(પારણા દર્શન) ઉજવી જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવ્યો. શાળાના બાળકો શ્રીકૃષ્ણ અને રાધા બની મટકીફોડ કાર્યક્રમ ઉજવ્યો હતો. શ્રેષ્ઠ(વેશભુષા સ્પર્ધા) શ્રીકૃષ્ણ અને રાધાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા સાથે સાથે શ્રીકૃષ્ણ અવતારના વિવિધ પ્રસંગો જેમ કે બાળપણનો મહિમા,કૃષ્ણ–સુદામાની મિત્રતા, ગોવર્ધન પર્વત,કંસ વધ,ભગવદ્દગીતા,જગદગુરુ તરીકે વિદ્યાર્થીઓએ સ્પીચ આપી હતી અને કૃષ્ણ મહિમા આધારિત ભજન ‘અમે કાનુડો કહીશું રે’, 'અધરમ મધુરમ', ‘કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકા’ હાલરડું, ‘કાનજી તારી માં’ વગેરેની ગ્રુપમાં પ્રસ્તુતિ કરી હતી જેમાં કલા સાધકોએ વાદ્ય દ્વારા સંગત આપી આધ્યાત્મિક વાતાવરણ ઉભુ કર્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ. મનીષભાઈએ સર્વેને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(7:31 pm IST)