Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જન્માષ્ટમીના પાવન પર્વે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ

સૌના કલ્યાણની ઉન્નત ભાવનાને આત્મસાત કરવા અને ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કર્મ કરવાની સૌને પ્રેરણા આપે છે

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જન્માષ્ટમીના પવિત્ર પર્વે રાજ્યના સૌ નાગરિકોને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

રાજ્યપાલએ તેમના શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હર્ષ અને પરમ આસ્થા સાથે ઉજવવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણે પ્રબોધેલા મૂલ્યવાન જીવન આદર્શો સૌના કલ્યાણની ઉન્નત ભાવનાને આત્મસાત કરવા અને ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કર્મ કરવાની સૌને પ્રેરણા આપે છે. 

 

(6:48 pm IST)