Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વડોદરા:વિદેશ જવાની ઈચ્છા ધરાવતા ભરૂચના યુવાને અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા:ભરૃચના આમોદમાં રહેતો ૩૩ વર્ષનો યુવાન વિદેશ જવા માટે એજન્ટને મળવા માટે ગત ૧૯ મી તારીખે વડોદરા આવ્યા પછી પરત ઘરે ગયો નહતો.દરમિયાન આજે સવારે તે બેભાન હાલતમાં કમાટીબાગ પાસેથી મળી આવતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જિંદગીથી કંટાળીને તેણે આપઘાતની કોશિશ કરી હોવાનું હાલના તબક્કે જણાઇ  રહ્યું છે.તેની પાસેની બેગમાંથી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે.જેમાં તેણે આવું પગલું  ભરવા બદલ પરિવારની માફી માંગી છે.

આજે સવારે કમાટી બાગના  ગેટ નંબર - ૩ પાસેથી એક યુવાન બેભાન  હાલતમાં મળી આવ્યો હતો.તેના મોંઢામાંથી ફીણ નીકળતું હતું.આ યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ અંગેની જાણ સયાજીગંજ  પોલીસને કરવામાં આવતા  પોલીસ હોસ્પિટલ પર પહોંચી હતી.યુવાનના ખિસ્સામાંથી મળેલા મોબાઇલ નંબરના આધારે પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી.બેભાન  યુવકનું નામ ગુંજનકુમાર રમણભાઇ  પટેલ, ઉ.વ.૩૩, (રહે.સરભાણા તા.આમોદ,  જિ.ભરૃચ) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેના પત્ની તથા અન્ય પરિવારજનોની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે,ગુંજન તા.૧૯ મી એ આમોદ થી વડોદરા આવ્યો હતો.તેની વિદેશ જવાની ઇચ્છા હોવાથી એજન્ટને મળવા આવ્યો હતો.ત્યારબાદ તે ઘરે પરત ફર્યો નહતો.પરિવારે શોધખોળ કર્યા પછી પણ તેની ભાળ નહી મળતા છેવટે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુંજનના  ગૂમ થયાની જાણ કરી હતી.તેની પાસેથી મળી આવેલી  ડાયરીમાં જિંદગીથી કંટાળીને પરિવારની માફી માંગી પત્ની, માતા અને પુત્રની દેખભાળ રાખવા બહેન અને જીજાજીને જણાવ્યું છે.

(4:28 pm IST)