Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાંધણ છઠ અને સાતમના દિવસે ગુજરાતી પીરવારોમાં વાનગીઓનો રસથાળ બનતો હોય છે પરંતુ દુધ-તેલ મોંઘા થતા મહિલાઓએ બજેટમાં કાપ મુક્‍યો

મોંઘવારીની અસર તહેવારોમાં રસોડામાં જોવા મળી

અમદાવાદ: શ્રાવણ એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં દરેક પરિવારોમાં ઝાકમઝોળ હોય છે. પરંતુ મોંઘવારીને કારણે ઉત્સવોની ઉજવણી ઝાંખી પડી ગઈ છે. ખાસ કરીને આજે રાંધન છઠ્ઠના તહેવારને સૌથી વધુ મોંઘવારી નડી છે. એક સમય હતો, જ્યારે રાંધન છઠ પર ગુજરાતી પરિવારોમાં અનેક વાનગીઓ બનતી હતી. પરંતુ દૂધ-તેલ મોંઘા થતા મહિલાઓએ આ બજેટ પર કાપ મૂક્યો છે. ગૃહિણીઓએ ઝી 24 કલાક સામે વ્યથા ઠાલવતા કહ્યું કે, દૂધનો ભાવ એટલો વધ્યો કે આ વર્ષે અમે બાસુંદી અને દૂધપાક ન બનાવી શક્યા. 

આજે રાંધણ છઠના તહેવારનો પર્વ છે ત્યારે આજે દરેકના ઘરે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં પરંપરાપગત વાનગીઓ જેમ કે, થેપલા, વડા, પુરી તો બને જ છે. સાથે નવા ટ્રેન્ડ મુજબ પાણીપુરી, દહીપુરી અને ભેળ પણ બનાવવામાં આવે છે. જો કે દૂધના ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે દૂધની વાનગીઓ પર કાપ મૂકવામાં આવ્યો છે. અથવા તો અનેક પરિવારોમાં દૂધની વાનગીઓ ઓછી બનાવાઈ છે. જેથી કહી શકાય કે, આ વર્ષે રાંધણ છઠના તહેવારને પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. આ આ વર્ષે રાંધન છઠ પર મોંઘવારીના કારણે વાનગીઓ ઓછી બનાવી છે. કેમ કે મોંઘવારીની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર જોવા મળી રહી છે. 

આ વિશે અમદાવાદની મહિલાઓએ કહ્યુ કે, મોંઘવારી વધી છે, દૂધના ભાવ તો પોસાય નહિ તેટલા વધ્યા છે. તેથી આ વર્ષે અમે દૂધપાક ન બનાવી શક્યા. અમે માત્ર ભગવાનને ધરાવવા પૂરતો જ દૂધપાક બનાવ્યો છે. તેમજ તેલના ભાવ પણ વધવાથી તળેલી વસ્તુઓ ઓછી બનાવી છે. બસ, હવે ગેસની પૂજા કરીને ગેસ ઠારી દીધો છે.

તો અન્ય એક મહિલાએ કહ્યું કે, પહેલા ક્યારેય આવુ જોયુ ન હતું. પણ હવે ઘરમાં કમાવનારા ઓછા છે અને મોંઘવારી વધી છે. બધી વસ્તુઓના ભાવ વધતા ગયા એટલે વસ્તુઓ બનાવવાની ઓછી કરી છે. આ વર્ષે અમે રાંધન છઠ્ પર અનેક વસ્તુઓ પર કપાત મૂકી છે. ગુજરાતીઓ ખાવાના શોખીન કહેવાય છે, પરંતુ આ વર્ષે જોઈએ એટલી વસ્તુઓ અમે બનાવી નથી.

(4:18 pm IST)