Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઓરિસ્‍સાથી ગાંજો લાવવો સહેલો, સુરતમાં સંતાડવો અઘરો હોવાથી નવો કીમિયો : વોન્‍ટેડ આરોપીનો ધડાકો

સૌરાષ્‍ટ્રમાં ગાંજો સપ્‍લાય કરનાર ફરારી આરોપીને ઝડપનાર સુરત એસ.ઓ.જી. ટીમને વધુ એક સફળતા : સુરત સી.પી. અજયકુમાર તોમર, એડી સીપી શરદ સિંઘવ અને ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા મુકાયેલ વિશ્વાસ અમારી ટીમે સાર્થક કર્યો : અકિલા સાથે પીઆઇ આર.એસ. સુવેરા ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ તા.૧૮:  ઓરિસ્‍સાથી ગાંજો લાવી રાજ્‍યના અન્‍યત્ર ભાગમાં સપ્‍લાય કરવા માટે જથ્‍થો સુરતમાં સંતાડવો ડ્રગ્‍સ મુકત અભિયાન અંતર્ગત સંતાડવો મુશ્‍કેલ હોય સપ્‍લાયરો નાના નાના સેન્‍ટર શોધી રહ્યાની ચોક્કસ બાતમી આધારે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આ બાબતે ખરાઈ કરવા  એડી.સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાજદીપસિહ નકુમ સાથે ચર્ચા કરી એસ બાબતમાં માસ્‍ટરી ધરાવતી એસ. ઓ.જી. બ્રાંચને કામગીરી સુપ્રત કરતા વિવિધ ટીમોની રચના કરવામાં આવેલ અને અમારી ટીમની જહેમત ફળી હતી, તેમ સુરત એસ. ઑ.જી.ટીમના સુકાની  એવા પીઆઇ  આર.એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.                 

  પ્રથમ જૂનાગઢ અને ત્‍યારબાદ વાંકાનેર સહિત ગાંજો સપ્‍લાય કરનાર શખ્‍સને ઝડપવામાં સફળતા મળી હોવાથી અમારી ટીમ ર્પ સહુને વધુ વિશ્વાસ હોવાથી આ વિશ્વાસ સાર્થક કરવા તમામ તાકાત કામે લગાડી હતી, તેમ વિશેષમાં આર.એસ. સુવેરા દ્વારા વિશેષમાં જણાવેલ.

તે દરમ્‍યાન એસ.ઓ.જી. ના એસએસઆઇ હસમુખભાઇ મોહનભાઇ તથા એચસી રામજીભાઇ મોહનભાઇ નાઓને સદરહુ ગુન્‍હામાં નાસતો ફરતા આરોપી બાબતે ટીમ મળેલ કે, મજકુર આરોપી ઓડીશા ખાતેથી પરત સુરત આવી વિસ્‍તાર બદલી કોસાડ આવાસમાં રહે છે. જે બાતમી આધારે ટીમના માણસોએ અમરોલી કોસાડ આવાસ ખાતે વોચ ગોઠવી આરોપી સાગર માધવ પ્રધાન (ઉ.વ.ર૪) રહેવાસી કોસાડ આવસા એચ.-૪, બિલ્‍ડીંગ નં. ૩૩૮ રૂમ નંબર ૧પ અમરોલી સુરત મુળ ગામ છચીના શીવમંદિરની ગલીમાં પો. સ્‍ટ. ગરાડેપુર તાલુકાનો કોદલા જીલ્લો ગંજામ (ઓડીશા) વાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

મજકુર આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, પોતે ઓડીશા ખાતેથી ગાંજો સપ્‍લાય કરતા સપ્‍લાયરો પાસે ગાંજો મંગાવતો હોય પરંતુ સુરત ખાતે ગાંજો સંતાડવો મુશ્‍કેલ થઇ જતા આ ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓ ઓડીશા ખાતેથી ગાંજો લાવી સુરત ગ્રામ્‍યના કોસંબા ખાતે એક દુકાન ભાડે રાખી તેમાં ગાંજો સંતાડી રાખેલ હતો. પરંતુ પોલીસે આ ગોડાઉનમાં રેડ કરી આ ગાંજો ઝડપી પાડેલ અને પકડાયેલ આરોપીઓએ મારૂ નામ આપતા પોલીસ મને શોધતી હોય જેથી હું મારા વતન ઓડીશા ખાતે નાસી ગયેલ અને ત્‍યારબાદ સુરત ખાતે પરત આવી વિસ્‍તાર બદલી કોસાડ આવાસમાં ભાડેથી રહેતો હોવાની હકીકત જણાવેલ છે.

(12:17 pm IST)