Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોટીભમરી ગામમાં ખોટી માહિતી આપી સરકારી લાભો લેનાર લોકો સામે કાર્યવાહી કરવા કલેકટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટીભમરી તથા પલસી ગામના ગ્રામજનોએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોટીભમરી તથા પલસી ગામના લગભગ 25 જેટલા વ્યક્તિઓ પાસે સ્થાવર જંગમ મીલકત મોટા પ્રમાણમા છે.તેમ છતા સરકારને ખોટી માહીતી રજુ કરી સરકાર માંથી ખોટા લાભો મેળવે છે.જેથી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અમો ગામજનોની આપ વિનંતી છે જેમાં ઘણા સરકારી, અર્ધસરકારી નોકરી કરે છે , ઘણા ઇસમોના પાકા મકાનો છે , ખેતીની જમીનો ધારણ કરે છે , ફોરવ્હીલ ગાડીઓ / ટ્રેકટર ધરાવે છે.છતા પણ અત્યોદર , બીપીએલ તથા એનએફએસ એ રેશન કાર્ડ ધરાવે છે જેથી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગ્રામજનો એ માંગ કરી છે
આવેદનમાં ઉલ્લેખ કર્યા મુજબ તાજેતરમાં જ સરકાર તરફથી પણ જાહેરાત કરવામા આવી હતી કે ફોર વ્હીલ ગાડીઓ ધરાવતા હોય સરકારી / અર્ધસરકારી નોકરી કરતા હોય માસીક ૧૦,૦૦૦ ક૨તા વધારે પગાર મેળવતા હોય , જીવન નિર્વાહ માટે પુરતી ખેતીની જમીન ધરાવતા હોય તેવા લોકોએ સ્વેચ્છાએ અત્યોદર , બીપીએલ તથા એનએફએસ ના રેશનકાર્ડ રદ કરાવી દેવા તેમ છતા પણ ગામના આ વ્યક્તિઓ તેમના રેશનકાર્ડ રદ કરાવ્યા નથી અને સરકાર માંથી ખોટા લાભો મેળવે છે.જેથી અત્યાર સુધી મેળવેલ લાભોની ગણતરી કરી વસુલાતની કાર્યવાહી કરી સરકાર તરફથી નકકી કરેલ જોગવાઇ મુજબ તેઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગ્રામજનો એ માંગ કરી છે.

(11:09 pm IST)